Skip to content Skip to footer

ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिम्।
द्वन्द्वातीतं गगनसंदेशं तत्वमस्यादिलक्ष्यम्

एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभुतं।
भावातीतं त्रिगुणरहितं सदगुरुं तं नमामि। (गु.गी.)

अर्थात्- जो ब्रह्मानन्द स्वरूप हैं, परम सुख देने वाले हैं, जो केवल ज्ञानस्वरूप हैं, (सुख-दुःख, शीत-उष्ण आदि) द्वंद्वों से रहित हैं, आकाश के समान सूक्ष्म और सर्वव्यापक हैं, तत्त्वमसि आदि महावाक्यों के लक्ष्यार्थ हैं, एक हैं, नित्य हैं, मलरहित हैं, अचल हैं, सर्व बुद्धियों के साक्षी हैं, भावों या मानसिक स्थितियों के अतीत माने परे हैं, सत्त्व, रज, और तम तीनों गुणों के रहित हैं, ऐसे श्री सद्गुरूदेव को मैं नमस्कार करता हूँ ।

गुरू देव के लिए कबीरवाणी

गुरु गोविन्द दोऊ खड़े , काके लागू पाय |
बलिहारी गुरु आपने , गोविन्द दियो बताय ||

अर्थ – कबीर दास जी ने इस दोहे में गुरु की महिमा का वर्णन किया है। वे कहते हैं कि जीवन में कभी ऐसी परिस्थिति आ जाये की जब गुरु और गोविन्द (ईश्वर) एक साथ खड़े मिलें तब पहले किन्हें प्रणाम करना चाहिए। गुरु ने ही गोविन्द से हमारा परिचय कराया है इसलिए गुरु का स्थान गोविन्द से भी ऊँचा है।

कबीरा ते नर अँध है, गुरु को कहते और |
हरि रूठे गुरु ठौर है, गुरु रूठे नहीं ठौर ||

अर्थ – कबीर दास जी कहते हैं कि अगर सारी धरती को कागज बना लिया जाये, समस्त जंगल की लकड़ियों को कलम और सातों समुद्र के जल को स्याही बना लिया जाये तो भी गुरु की महिमा का वर्णन करना संभव नहीं है।

यह तन विष की बेलरी, गुरु अमृत की खान |
शीश दियो जो गुरु मिले, तो भी सस्ता जान ||

अर्थ – इस दोहे में कबीर दास जी ने शरीर की तुलना विष के बेल से की है वहीं गुरु की अमृत की खान से। वे कहते हैं कि अपना शीश देकर भी अगर गुरु की कृपा मिले तो यह सौदा बहुत ही सस्ता है।

तीरथ गए ते एक फल, संत मिले फल चार |
सद्गुरु मिले अनेक फल, कहे कबीर विचार ||

अर्थ – कबीर दास जी कहते हैं कि तीर्थ में जाने से एक फल मिलता है वहीँ किसी संत से मिलने पर चार प्रकार के फल मिलते हैं पर जीवन में अगर सच्चा गुरु मिल जाये तो समस्त प्रकार के फल मिल जाते हैं।

गुरु पारस को अन्तरो, जानत हैं सब संत |
वह लोहा कंचन करे, ये करि लेय महंत ||

अर्थ – गुरु और पारस के अंतर को ज्ञानी पुरुष बहुत अच्छे से जानते हैं। जिस प्रकार पारस का स्पर्श लोहे को सोना बना देता है उसी प्रकार गुरु का नित्य सान्निध्य शिष्य को भी अपने गुरु के समान ही महान बना देता है।

बनिजारे के बैल ज्यों, भरमि फिर्यो चहुँदेश |
खाँड़ लादी भुस खात है, बिन सतगुरु उपदेश ||

अर्थ – कबीर दास जी कहते हैं कि जिस प्रकार बंजारों के बैल अपनी पीठ पर शक्कर लाद कर चारों ओर घूमते हैं पर उनको खाने के लिए भूसा ही मिलता है। उसी प्रकार मनुष्य का जीवन भी सद्गुरु के सुन्दर उपदेशों के बिना आत्मकल्याण के मार्ग से वंचित रहता है।

गुरु किया है देह का, सतगुरु चीन्हा नाहिं |
भवसागर के जाल में, फिर फिर गोता खाहि ||

अर्थ – इस दोहे में कबीर दास जी कहते हैं कि हमें कभी भी बाहरी आडम्बर देखकर गुरु नहीं बनाना चाहिए बल्कि ज्ञान और गुण को देखकर ही गुरु का चुनाव करना चाहिए नहीं तो इस संसार रुपी सागर में गोता लगाना पड़ेगा।

या दुनिया दो रोज की, मत कर यासो हेत |
गुरु चरनन चित लाइये, जो पुराण सुख हेत ||

अर्थ – कबीर दास जी कहते हैं कि यह दुनिया कुछ ही दिनों की है इसलिए इससे मोह का सम्बन्ध नहीं जोड़ना चाहिए। अपने मन को गुरु के चरणों में लगाएं जो सब प्रकार का सुख देने वाला है।

कुमति कीच चेला भरा, गुरु ज्ञान जल होय |
जनम – जनम का मोरचा, पल में डारे धोय ||

अर्थ – कबीर दास जी कहते हैं कि शिष्य की कुमति रुपी कीचड़ को धोने के लिए गुरु ज्ञान रुपी जल के समान हैं। वे शिष्य के जन्मों जन्मों की बुराइयों को पल में दूर कर देते हैं।

कहते को कही जान दे, गुरु की सीख तू लेय |
साकट जन औश्वान को, फेरि जवाब न देय ||

अर्थ – कबीर दास जी कहते हैं कि कहने वाले कहते रहें पर तू हमेशा एकमात्र गुरु की सिख को ही अपने ह्रदय में धारण कर। कभी भी दुष्ट मनुष्यों और कुत्तों को पलट कर जबाब नहीं दिया जाता।

गुरु को सिर राखिये, चलिये आज्ञा माहिं |
कहैं कबीर ता दास को, तीन लोकों भय नाहिं ||

अर्थ – कबीर दास जी कहते हैं कि गुरु की आज्ञा को सर आँखों पर रख कर पालन करना चाहिए। ऐसे भक्त को तीनों लोक में कहीं कोई भय नहीं है।

 

शक्ति

Param Pujya
Shri Laxmikant Purohit (Guruji)

Hon. Shri Laxmikantbhai C. Purohit, whom our Indian community affectionately calls Hon. “Guruji”, is the main source of inspiration and guidance of our social, religious and spiritual activities. His deep rooted knowledge, study and continued preaching of worshiping Aadya Shakti MA TRIPURA SUNDARI, Shrividya, Shriyantra and Shree mantra have made him the unique spiritual leader. His study and training in astrology and vast field of Sanatan Hindu Dharma (religion) at the world-renowned educational center at Banaras (U.P.), India has added new dimensions to his charismatic personality and respectability.

His deep-rooted faith in Ma Tripura Sundari and scientific explanation of Shrividya, Shriyantra and Shree mantra had created a large number of devotees and followers of him. In fact, many prominent leaders, business men, professionals and distressed people had been benefited by his guidance and Diksha. Many politicians and diplomats had sought his help in realizing their dreams.

Guruji was totally dedicated and devoted to his task of preaching the message of Ma Tripura Sundari to whole universe.

The establishment of this web site is the first step in accomplishing these goals. Besides preaching spirituality, finesse of Sanatan Dharma and astrology, he advocated to help the needy people in improving their quality of life. Shrividya Foundation Trust is the result of this strong desire to serve the community. The aims, objectives and scope of work of this foundation trust have been described separately.

He believed that world community must create a beautiful borderless world – the ancient philosophy of “sacrifice and enjoy” is the basis of all religions. He urges mankind to constantly strive to display and practice humanity in all their activities. He appeals them to donate generously so that other less fortunate and needy people can be benefited. Hon. Guruji was indeed the Jewel of our society. We all should adore him by following his guidance. We all should join him in his crusade for humanity.

ગુરૂ - મહિમા

સાચા ગુરુ એટલે શું

ઓમ શક્તિ

આજે સમાજને જ્ઞાન આપી સાચા માર્ગે દોરી જનાર એવા મહાન જ્ઞાની, કુશળ બુદ્ધિશાળી, પ્રભુ કૃપા પામેલ સાચા ગુરુઓની ખૂબ જ જરૂર છે. પરંતુ પ્રશ્ન એ છે કે સાચા ગુરુ એટલે શું ?

ગુરુ સંસ્કૃત શબ્દ છે. તેના અનેક અર્થો છે. જેવા કે પુરોહિત (બીજાનું હીત કરનાર) કુશાગ્ર બુદ્ધિ ધરાવનાર, જ્ઞાની, જેની હાજરીમાં શાંતિનો અનુભવ થાય. જેના વચનોથી આધ્યાત્મિક પ્રગતિ થાય. જેમ પારસમણી લોઢાને સુવર્ણ બનાવે છે. તેવી જ રીતે સાચા ગુરુ શિષ્યને સ્વસ્વરૂપનું જ્ઞાન કરાવી આત્માને ઓળખાવે છે. ભૂલા પડેલા શિષ્યને સાચો માર્ગ બતાવી સુધારે છે. રસ્તો બતાવે છે. માટે સંત કબીર સાચા ગુરુ ના અનંત મહિમાનું વર્ણન કરતાં કહે છે કે:

જ્ઞાન સમાગમ પ્રેમ સુખ, દયા ભક્તિ વિશ્વાસઃ, ગુરુ સેવા સે પાઈએ, સદ્ ગુરુ  ચરણ નિવાસ.

તીર્થ કીએ એક ફલ, સંત મિલે ફલ ચાર, સદ્ ગુરુ મિલે અનંત ફલ કબિર કહે સૂજાણ.

ગુરુ ભુખા ભાવ કા, ધન કા ભુખા નાહી, ધન કા ભુખા જો ફીરે વે સદ્ ગુરુ નાહી.

ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.

  1. “ગુ” એટલે અંધકાર અને “રુ” એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર અજ્ઞાનમાંથી જ્ઞાનમાં પ્રવેશ કરાવનાર કેવળ ગુરુ જ હોય છે. આમ, ગુરુ શિષ્યના સંબંધો તો વિશ્વાસ પર જ આધાર રાખે છે.

    ગુરુ શિષ્યનું કદી અહિત ન કરે એ જે કરે તે પોતાના શિષ્યના ભલા માટે જ કરે છે. ગુરુનું દેખીતું કઠોર કદમ પણ શિષ્યના હીત માટે જ હોય છે પણ જરૂર છે વિશ્વાસની, અખંડ અચલ શ્રદ્ધાની. એટલુ હોય તો ગુરુ શિષ્યની જિંદગીની ફુલદાનીમાં ભલાઈનાં પુષ્પ ખીલવે જ. શિષ્યનો સમર્પણ ભાવ શરણાગતિ શ્રદ્ધાનું વાવેતર કરે છે. શંકા, કુશંકાના કાંટા ઉખેડીને જે ગુરુ ચરણે શ્રદ્ધાના ફુલ ચઢાવે છે તે શિષ્ય દીક્ષા મંત્ર પ્રાપ્તિના શ્રેષ્ઠ તત્વને પામે છે. જીવનમાં ફક્ત સ્નેહ સેતુ જ નહિ, વિશ્વાસનો પૂલ પણ બાંધવો જોઈએ.

    ગુરુ એટલે કોણ? ગુરુ એટલે જ્ઞાન આપે તે. ગુરુ એટલે જીવવાની સાચી સમજ આપે તે. ગુરુ એટલે આપણા વ્યવહાર સંસાર જીવનમાં આવતી અડચણો કે મુશ્કેલીઓ સામે લડવાનો રસ્તો બતાવે તે. ગુરુ એટલે આપણને આપણી શક્તિઓનું ખાસ ભાન કરાવે તે.ગુરુ એટલે આપણી નિર્બળતા કે નબળાઈ કે ભૂલો તરફ આંગળી ચીંધી અને અતિક્રમી જવા માટે હામ કે હિંમત બતાવે તે. જીવન વ્યવહાર ચલાવવા ઉપયોગી બની શકે તેમજ જીવન વ્યવહારનું સંચાલન કરવા વ્યક્તિનાં માનસને પરિપકવ કરી શકે તેનું જ્ઞાન આપે તે ગુરુ. શિષ્યને ગમતી વસ્તુ નહીં પણ તેનું હીત શેમાં છે તે સ્પષ્ટ સમજાવે તે ગુરુ.

    ઘરમાંથી ક્લેશ દૂર કરી શિષ્યને સાચા માર્ગના દર્શન કરાવે તે ગુરુ. આવા ગુરુ પારસમણી જેવા છે. તે પોતાના શિષ્યને જ્ઞાનના સ્પર્શથી સુવર્ણમય બનાવી દે છે. આવી અદ્ભુત શક્તિ ગુરુ ધરાવેછે. ગુરુના માર્ગદર્શન વિના આપણું જીવન વ્યર્થ બની જાય છે. ગુરુના ચરણોમાં જેની ભૂલોના પ્રાયશ્ચિતરૂપે જેની આંખ રડે તેનું મન ધોવાય છે અને હૃદય રડે તો પાપ ધોવાય છે. માટે પ્રત્યેક માનવીએ પોતાના ગુરુ તરફ સંપૂર્ણ શ્રદ્ધાને સમર્પણની ભાવના રાખવી જોઈએતેમાંજ જીવનની સફળતા રહેલી છે. આમ ગુરુના સંગથી આપણામાં દૈવી સંપત્તિ આવે આસ્તિક ભાવ આવે. સાધના ઉપાસના વધે આપણું અંતઃકરણ સુધારે તે સાચા ગુરુ  કહેવાય. આપણું હૃદય કોઈ સિદ્ધ પુરુષ આગળ પ્રેમ ભક્તિથી ભરાઈજાય, આપણા જીવનની થયેલી ભૂલોનો એકરાર તેમની સામે થઈજાય અને તે ભૂલો માટે આંખ રડે તો મન ધોવાય તથા પવિત્ર થાય છે અને હૃદય રડે તો પાપ ધોવાય છે. જીવનમાં આવા સાચા ગુરુ ની પ્રાપ્તિ થવી એ સદ્ભાગ્ય ગણાય છે. આવા સાચા ગુરુ  તિમિરમાંથી ઉગારી તેજ તરફ ગતિ કરાવી શકે. આવા ગુરુમાં પરમાત્માનું અનંત સામર્થ્ય હોય છે.

    આવા સાચા ગુરુ ના ખોળામાં પૂર્ણ શ્રદ્ધાથી પોતાનું મસ્તક મૂકીને નિશ્ચિંત થઈને વિશ્રામ પામનાર શિષ્યના લૌકિક અને આધ્યાત્મિક બન્ને માર્ગ તેજમય થઈ જાય છે. આવા ગુરુના જ્ઞાન ગંગોત્રીરૂપ મુખારવિંદમાંથી સરી પડેલા શબ્દો તો ઈન્દ્રિય અગોચર આત્માને શિષ્ય કે મુમુક્ષોના હૃદય સુધી પહોંચાડનાર પાવન યાત્રા છે. આવા ગુરુની કૃપા જ શિષ્યનું શ્રેષ્ઠ બળ છે. અભેદ્ય ક્વચ છે. તે વિના સર્વબળ કે સામર્થ્ય નિરર્થક છે. ગુરુ કૃપા એ એવી ચીજ છે જેશિષ્યમાં શક્તિપાત નજર નિગાહ સંકલ્પ બળના સ્પર્શ માત્રથી કે ધ્યાનથી તે કરી શકે છે. આવા ગુરુના સ્મરણને ક્વચ કહેવાય છે. સંસારના ભયને હરનાર શસ્ત્ર છે. માટે આપણા દેહરૂપી જીવન રથને ગુરુ જ્ઞાન ભક્તિરૂપી પૈડા ચલાવવા ગુરુ વિના શિષ્ય સમર્થ નથી માટે મનના ઘોડાઓની લગામ ગુરુના હાથમાં સોંપનારને અર્થાત ગુરુ જેનો સારથી બને છે તેનો જીવનરથ (સંસા૨) પાર ઉતરે છે.

    ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વ પર ગુરુ તરફનો આદરભાવ આપણે સૌ આપણા હૃદયમાં પ્રગટાવીએ આપણા શ્રીવિદ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટ પરિવારને પુ.ગુરુજીના આશિર્વાદ મળ્યા છે તેમાં આપણા સૌના પૂર્વ જન્મના સંચિત કર્મો જ અગત્યનો ભાગ ભજવે છે. તેમના સુવિચારોને તેમના પુસ્તકો દ્વારા શ્રીભક્તોને પહોંચાડી તથા વઘુને વધુ લોકોને આપણે ટ્રસ્ટમાં જોડીને ગુરુજીએ સ્થાપેલા શ્રીવિદ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટની પ્રવૃત્તિઓને સેવા શ્રદ્ધા અર્પિત કરીએ.

    વ્યક્તિઓ વડે સમાજ બને છે. ગુરુજી સમાજસેવા પર ભાર મૂકે છે. આપણે સૌએ લોક સેવાના કાર્યો કરવા જોઈએ અને સમાજના હિતનું ધ્યાન રાખવું જોઈએ. જેથી સમાજ તંદુરસ્ત અને શુદ્ધ બને. આપણામાં રહેલા કામ-ક્રોધ-મદदृમોહ-લોભ-દ્વેષ-અહંકાર જેવા વિવિધ દોષો દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ. તો જ સારા ઉચ્ચ કોટીના સમાજની રચના થશે. આથી સાચા ગુરુ  દ્વારા પ્રાપ્ત થયેલ ઉપદેશોથી જાગૃત રહી દીક્ષામંત્ર કરવાથી શિષ્યના સ્થીર અને ચંચળ મનને શાંત કરવાની એક ઉચ્ચ તાકાત રહેલી છે. જે આપણા રજસ અને તમસ વિચારો વિકારોને સતત્વમાં રૂપાંતર કરવાની તાકાત છે તે અમારો અને અનેક શિષ્યોનો સ્વઅનુભવ છે.

    ગુરુને પ્રાર્થના કરીએ કે આપણા સૌ ઉપર તેમના આર્શીવાદની વર્ષા વર્ષી રહે (વરસાદના) વાદળની જેમ તેમના ચીંધેલા માર્ગ પર સૌ આગળ વધીએ જીવન સાર્થક બનાવીએ.

    ગુરુદેવની કૃપા વિના, નિજ જ્ઞાન કોઇને ના થતું, આઠે પ્રહર મારું હૃદય, ગુરુને ચરણે ઝુકતું.

    ધ્યાન મૂલં ગુરુમૂર્તિ, પૂજામૂલમ્ ગુરુ પેદમ્ મંત્રમૂલં ગુરુવાક્યમ્, મોક્ષ મૂલમ ગુરુકૃપા.

    ઓમ સહ નવવતુ, કો નવ ભુનક્તુ.

    સહ વીર્ય કરવાવહૈ.

    તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ.

    ॐ શાંતિ, શાંતિ, શાંતિઃ

    અર્થાત- હે પરમાત્મા ! અમારી (ગુરુ-શિષ્ય) બન્નેની રક્ષા કરો. અમને બન્નેને શ્રીવિદ્યાના ફળની પ્રાપ્તી કરાવી પાલન કરો. અમે સાથે રહી તેજસ્વી દૈવી કાર્યો કરીએ. અમે કરેલું અધ્યયન તેજસ્વી અને દૈવી થાય અને બન્ને (પરસ્પર) એકબીજાનો દ્વેષ ન કરીએ.

    આવી ભાવના રાખવાવાળા મનુષ્યનું મન નિર્મળ રહે છે અને એવા નિર્મળ મનથી નિર્મળ ભવિષ્યનું નિર્માણ થાય છે.

error: Alert: This action would be considered as unauthorized reproduction, distribution, print or copying of copyrighted materials.