Skip to content Skip to footer

શ્રી વિદ્યા

यथामधुए पुष्पेभ्यो ध्रृत्तंदुग्धात् रसात् पयम    
एवंही सर्वतंत्राणां श्रीविद्यासाराम्युअते ।

અર્થાત્ જેમ પુષ્પોનો સાર મધ છે, દૂધનો સાર ઘી છે અને સર્વ રસોનો સાર દૂધ છે તેમ સર્વ તંત્રોનો સાર શ્રીવિદ્યા છે.
પરંપરા મુજબ, શ્રીવિદ્યા ભગવાન શ્રી મહાદેવ દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનને, શ્રી વિષ્ણુ ભગવાન દ્વારા શ્રી ભ્રહ્માજીને, શ્રી ભ્રહ્માજી દ્વારા ભગવાન શ્રી દત્તાત્રેયને, ભગવાન શ્રી દત્તાત્રેય દ્વારા શ્રી પરશુરામને, શ્રી દુર્વાષાઋષીને, અને ગોડપાદાચાર્યજીને, શ્રી ગોડપાદાચાર્યજી દ્વારા જગતગુરુ શ્રી શંકરાચાર્યને દિક્ષા રૂપે મળી હતી. આવી રીતે લૂપ્ત થયેલી વિદ્યા શ્રી આદ્ય શંકરાચાર્યએ ચાર મઠોમાં શ્રીયંત્રની સ્થાપના કરી શ્રીવિદ્યાનો પ્રચાર કર્યો.
શ્રીવિદ્યાના ઉપાષક ભોગ અને મોક્ષ બંન્ને મેળવી શકે છે. જે શક્તિ વગર કોઇ કાર્ય થઇ શક્તુ નથી. એ શક્તિ શીવમાં સંપન્ન હોય છે. શીવનું બીજ ધ્વનીમાંથી નાદ અને નાદમાંથી ॐ (અ ઉ મ) છે. એટલે અંબા-ઉમા શક્તિ એમાથી પ્રગટ થયેલી છે  માટે એ શક્તિમાન શીવથી અલગ નથી, એ અદ્વેત છે જેથી તેમને અર્ધનારેશ્વર કહે છે. શીવ નિરાકાર છે. જેમાંથી પ્રકાશ પ્રગટ થાય છે માટે તેમનું પ્રતિક જ્યોતિલીંગ કહેવાયું. જેમ પુષ્પમાં રહેલી સુગંધ દેખાતી નથી, દૂધમાં રહેલું ઘી દેખાતું નથી તેમ શીવ-ચેતના અદ્રશ્ય છે. એ દેખાતી નથી પણ એની અનુભૂતિ થાય છે. ચેતના પ્રાણીમાત્રમાં શ્વાસરુપે છે જે જોઇ શકાતી નથી. જે શરીરમાંથી નીકળીજતાં સર્વકોઇ પ્રાણી  મૃત થાય છે. માટે જ ભગવાન શંકર સ્વયં કહે છે કે,

शकितबीना महेशानी, सदाहम सबरूपकं
शक्ति युक्तो यदादेवी, सदाहम शीवरुपकं।

અર્થાત્ હે મહેશાની,તું મારામાં છુ તો જ હું શીવ છું, જો તુ મારામાં નથી તો હું શબ છું.

શક્તિઓમાં આદ્યશક્તિ શ્રી રાજરાજેશ્વરી શ્રીવિદ્યારુપે તું જ મારી શક્તિ છું. માટે ॐ શીવ બીજ અને હ્રીં શક્તિ બીજ છે અને તેને ઘ્વૈતમાંથી અઘ્વૈત કહે છે. તંત્રમાં શીવ-શક્તિનું ઘર શ્રીયંત્રને ગણ્યું છે.

श्रीचक्रस्थितसूंदरी त्रिजगतां आधारभूतां स्मरेत् ।

શ્રી યંત્રમાં બીન્દુરુપ શીવમાંથી જ્યોતિરુપે પ્રકાશ દ્રારા ત્રિકોણ પ્રગટ થાય છે. શ્રીયંત્રમાં નવ ચક્રો નવ આવરણમાં બિન્દુ-ત્રિકોણને સર્વાનંદ ચક્ર સર્વ સિધ્ધિચક્રથી ઓળખાય છે. જે શ્રીયંત્રમાં મધ્ય સ્થાને શીવ-શક્તિ પ્રતિકમાં મન અને મંત્ર દ્વારા સાધક ધ્યાન કરે છે. જેને બાલા પંચાદશી, ષોડશાક્ષરી, કામેશ્વરી, ત્રિપુરાશ્વરી જેવા અનેક નામોથી ઓળખાય છે. આમ, મા ત્રિપુરાસુંદરી અનેકકોટી બ્રહ્માંડની જનની કહી છે. જે પરાપ્રકૃત્તિ અને અપરા પ્રકૃત્તિ રૂપે ચેતનારૂપે પ્રાણીમાત્રમાં રહેલી છે. ચૈતન્યને પરા શક્તિ અને જડ વસ્તુઓમાં રહેલી શક્તિને અપરા કહે છે. જડ વસ્તુઓને ભોગવવાનું આ ચૈતન્યનું શક્તિ કાર્ય છે. જે સમસ્ત સંસારની અધિષ્ઠાત્રી આનંદરૂપા શિવ-શક્તિથી સંપન્ન જગતની ઉત્પત્તિ પાલન અને સંહાર એના હાથમાં છે. એને શીવની શક્તિ કહો કે વિષ્ણુની યોગમાયા કહો એ જ શ્રીવિદ્યા છે.

માઁ ત્રિપુરસુંદરી દરેક પ્રાણીમાં શ્વાસરૂપે જન્મતાંની (માંના ગર્ભમાં) સાથે જ ક્યાંથી આવે છે અને મૃત્યુ સમયે ક્યાં જાય છે એ આજ શુધી કોઇ ઋષી કે સાયન્ટીસ્ટ સમજી કે શોધી શક્યા નથી. તે મા માત્ર શીવ વીના કોઇ જાણતું નથી. બીજમાંથી વૃક્ષ કે વૃક્ષમાંથી બીજ એ કોઇ જાણી કે સમજી શક્યું નથી. અર્થાત્ એ શીવની શક્તિ છે માટે આ શક્તિ પર પ્રભુત્વ શીવ (બ્રહ્મ) નું જ છે. ધ્વની કે નાદ (ॐ) માંથી શક્તિ પ્રગટ થાય છે. આમ, આ શક્તિનું યંત્ર શ્રીયંત્ર છે અને તેનો મંત્ર ગુરુગમ્ય છે. જે ક(5) હ(6) સ(4) = 15 અક્ષરથી બને છે. જેના કાદી(સંસારી), હાદી(સન્યાસી) અને સાદી(અઘોરી) એમ ત્રણ સંપ્રદાય છે. સંસારીઓ માટે કાદી દીક્ષામંત્ર સદગુરુ પાસેથી લેવાનો હોય છે અને ત્યારબાદ યોગ્ય માર્ગદર્શન બાદ જ શ્રીવિદ્યા અને શ્રીયંત્રની સાધના ફળદાયી બને છે. આ સાધનામાં શ્રી યંત્રનાં દર્શનનું પણ ખુબ જ મહત્વ છે.

मंत्रराज जपेश्वैव चक्रराजर्चनं तथा
रहस्यनाम् पाठश्व नाल्पस्य तपसः फलम् ।

અર્થાત્ મંત્રોંમાં રાજા કાદી મંત્ર, યંત્રોમાં રાજા શ્રીયંત્ર, રહસ્ય નામ એટલે કે લલિતાસહસ્ર પાઠ આ ત્રણનું ફળ અદભૂત મળે છે.

error: Alert: This action would be considered as unauthorized reproduction, distribution, print or copying of copyrighted materials.