Skip to content Skip to footer

Monthly Patha

Lalita Sahasranama

લલિતાસહસ્રનામ

માસિક SVFT પાઠ

It's advisable to contact Trust management, before you join the path.

ઓમ શક્તિ

પરશુરામ કૃત કલ્પસૂત્રમાં પણ ઉલ્લેખ છે કે લલિતા સહસ્રનામ સર્વ રોગને મટાવનાર, સર્વ સંપત્તિ તેમજ આયુષ્ય-આરોગ્ય ને વધારનાર છે. પોતાની અનુકુળતા મુજબ દરરોજ અથવા આસો નવરાત્રી કે પુષ્યામૃતમાં, સૂર્યસંકાન્તિના દિવસે, શુક્લ પક્ષે, ચતુર્દશી, અષ્ટમી, નવમી કે શુક્રવારે, પૂર્ણિમા તિથિએ, દિવાળી કે પોતાના જન્મ દિવસે આમ અલગ અલગ પર્વ પર આ પાઠ કરવાથી અદભુત ફળ મળે છે.

શ્રી અગસ્ત્ય મુનિ પણ કહે છે કે શ્રી લલિતા સહસ્રનામના આ પાઠ કરવાથી ભક્ત પર શ્રી માઁ લલિતામ્બા પ્રસન્ન થઇ સામ્રાજ્ય આપે છે અને પિશાચાદિ તેમજ નવગ્રહો જન્મ કુંડલીમાં પીડા કરતાં હોય તો પણ તેને શાન્ત કરે છે. આ પાઠ કરનાર મનુષ્યને લક્ષ્મી, પુત્ર- પૌત્ર મેળવીને ઇચ્છા મુજબ ભોગ ભોગવી સર્વકામનાઓ પ્રાપ્ત કરી સર્વસૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શ્રીભક્ત જેમ છેલ્લાં જન્મમાં શ્રીવિદ્યાનો ઉપાસક બને છે, તેમ લલિતા સહસ્રનામનો પાઠ કરનાર મનુષ્ય પણ ભક્તિ સાથે મુક્તિ પામે છે. આમ, હયગ્રીવ ભગવાન અગસ્ત્ય ઋષિને કહે છે કે-

મંત્રરાજ જપેશ્ચૈવ ચક્રરાજાર્ચનં તથા,
રહસ્યનામ પા઼ઠશ્ચ નાલ્પસ્ય તપસરુફલમ્ ।।

અર્થાત્ – કાદી મંત્રનો જપ, શ્રીચક્રનું અર્ચન અને શ્રી લલિતાસહસ્રનામ ના પાઠ કરનાર ના તપનું ફળ વર્ણવી શકાય તેમ નથી.

 

પૂ. ગુરુજી સદાય આપણને સમજાવતા હતાં કે શ્રી ત્રિપુરામ્બાની પ્રીતિને પ્રાપ્ત કરવા માટે લલિતા સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. માટે SVFT ઘણા સમયથી ગુરુજીના આદેશ અનુસાર દર માસે પૂર્ણિમા પર શ્રી લલિતાસહસ્રનામ નો સામુહિક પાઠ કરતાં હતાં. ગુરુજીના પ્રિય અને ટ્રસ્ટનાં માનીતા સ્વ. ભાગવતભાઇનો પણ ટ્રસ્ટમા જીવનપર્યંત આગ્રહ રહ્યો હતો કે આ પાઠ સદાય ટ્રસ્ટમાં કરાવતાં રહેશો. પણ કરોના સમય કાળ દરમ્યાન આ સામુહિક પાઠ બંઘ કરવો પડ્યો હતો. પરંતુ હવે કરોના સમયની અનુકૂળતા અને ઘણા સભ્યોની ઇચ્છાથી ટ્રસ્ટ દ્રારા શ્રી લલિતાસહસ્રનામ નો પાઠ ફરીથી શરુ કરવામાં આવેલ છે, તો આપ સૌના સહકાર બદલ આભાર.

લલિતા સહસ્રનામ સામૂહિક માસિક પાઠ માટેની ગાઈડ લાઇન આ મુજબની રહેશે.

  • તમામ પાઠ પૂનમ પાસેના રવિવારના દિવસે સવારે 11 – 2 રાખવામાં આવશે.
  • પાઠ એડીશન કે લોરેન્સવીલ – ન્યુજર્સીમાં રાખવામાં આવશે.
  • પાઠમાં નિયમિત આવતા કોઇપણ સભ્યને પોતાને ઘરે પાઠ રાખવો હોય તો SVFT ને અગાઉથી જણાવવાનું રહેશે. આ પાઠ rotation based રાખવામાં આવશે.
SVFT Lalita Path Schedule
Date Time Host Note
Sun-May 7th, 2023 11AM - 2PM SVFT Lawrenceville, NJ
Sun-Jun 11th, 2023 11AM - 2PM SVFT East Brunswick, NJ
Sun-Jul 2nd, 2023 11AM - 2PM SVFT Edison, NJ
Sun-Aug 6th, 2023 11AM - 2PM
Sun-Sep 3rd, 2023 11AM - 2PM
Sun-Oct 1st 2023 11AM - 2PM
Sun-Nov 2023 No Patha
Sun-Dec 3rd, 2023 11AM - 2PM
Sun-Jan 11AM - 2PM
Sun-Feb 11Am - 2PM
Sun-Mar 11AM - 2PM
Sun-Apr 11AM - 2PM

શ્રી લલિતાસહસ્રનામ પાઠનું મહત્વ

યથામધુયે પુષ્પૈભ્યૌ, ધૃતં દુગ્ધાદ રસાત્પયઃ ।
એવં હિ સર્વ તંત્રનાં શ્રીવિદ્યા સારમુચ્યતે ।।

અર્થાત્

જેવીરીતે પુષ્પોનો સાર મધ છે. તેમજ દુધનો સાર ઘી છે. અન્ય તમામ રસોનો સાર દુધ છે તેમ સમસ્ત તંત્રશાસ્ત્રનો સાર શ્રીવિદ્યા છે. માટે જ ઉપનિષદના ઋષિઓએ જગતને સંદેશો આપ્યો છે કે સા વિદ્યા યા વિમુચ્યતે.

લલિતાસહસ્રનામ બ્રહ્માંડપુરાણનો અંશ છે. બ્રહ્માંડપુરાણમાં તેનું નામ લલિતોપાખ્યાન છે. લલિતાસહસ્રનામ મૂળરૂપમાં ઘણા સ્થાનોથી પ્રકાશિત થયેલ છે. સર જોન વુડરફ વિલ્સને તાંત્રિક ગ્રંથોમાં તેનો ઘણી જગ્યાએ ઉલ્લેખ કરેલો છે. સંસ્કૃતમાં તેની વ્યાખ્યા સૌભાગ્યભાસ્કર નામથી મહાત્ વિદ્વાન સાધક ભાસ્કરરાયે કરી છે. આ સ્તોત્રને અત્યધિક લોકપ્રિય બનાવવાનું શ્રેય તેમને જાય છે. તેમનું દીક્ષિત નામ ભાસુરાનંદનાથ છે.

લલિતાસહસ્રનામનાં પૂર્વ ભાગ, નામાવલી તથા ફલ શ્રુતિમાં અનેક વખત શ્રીયંત્ર અને શ્રીવિદ્યાનો ઉલ્લેખ છે. લલિતાસહસ્રનામનાં પારાયણમાં પણ શ્રીયંત્ર અને શ્રીવિદ્યાની ઉપાસના ઉપર બળ આપ્યું છે. એમાં કોઇ જ સંદેહ નથી કે શ્રીવિદ્યા ઉપાસનાનું આ મુખ્ય સ્તોત્ર છે. પૂર્વ ભાગ અને ફલ શ્રુતિનાં અનેક શ્લોકોમાં આનો ઉલ્લેખ છે. નામાવલીમાં શ્રીદેવીનાં જે નામ આવે છે તેમાં અધિકતમ ચક્રરાજની દેવીઓ તથા અધિષ્ઠાત્રીઓનાં નામ છે. શરીરમાં સ્થિત ચક્રોનું વિવરણ અને કુંડલિની જાગરણની પ્રક્રિયાને પણ ગૂઢ સંકેતો દ્વારા બતાવેલ છે. એમાં એ પણ સ્પષ્ટ છે કે લલિતાસહસ્રનામ માટે શ્રીવિદ્યા અને શ્રીયંત્રની સાધના જરૂરી છે અને તે અધિકાર દીક્ષાથી પ્રાપ્ત થાય છે.</>

તંત્રશાસ્ત્રને સાધના શાસ્ત્ર માનવામાં આવે છે. આ સાધનામાં તંત્ર-મંત્ર અને યંત્ર ત્રણેયનો સંગમ છે. તંત્રની સાધનામાં મહાવિદ્યાનું સ્થાન સર્વોપરિ માનવામાં આવ્યું છે. મહાવિદ્યાનાં દશ ભેદ માનવામાં આવે છે એટલે કે માં આદ્યાશક્તિનાં દશ સ્વરૂપ અથવા દશ મહાશક્તિઓ છે. જેનાં આધાર ઉપર તેની ઉપાસના થાય છે.

શ્રીત્રિપુરાસુંદરીની સાધનાને જ શ્રીવિદ્યા કહેવામાં આવે છે. શ્રીત્રિપુરભૈરવી અને કામકલાત્મિકા પણ મોટે ભાગે શ્રીવિદ્યા સાથે સંલગ્ન છે. શ્રીત્રિપુરસુંદરીને ષોડશી, ભુવનેશ્વરી, રાજરાજેશ્વરી, શ્રીવિદ્યા અને લલિતા પણ કહે છે. કામકલાત્મિકા અને કમલા (લક્ષ્મી) માં બહુ તફાવત નથી. શ્રીવિદ્યાથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થઈ શકે છે.

આદ્યાશક્તિ મા ત્રિપુરાસુંદરીના એક હજાર નામ છે. જેમાં પહેલું નામ શ્રીમાતા છે. તેને મહારાજ્ઞી પણ કહે છે અને મહાકાલેશ્વરને તેમના સ્વામી માને છે. લલિતાસહસ્રનામમાં અંતિમ નામ લલિતામ્બિકા પહેલાં તેને શિવશંક્થક્યરૂપિણી કહેવામાં આવ્યું છે. તે પરાભટ્ટારિકા પણ કહેવાય છે. તેમને જ શાસ્ત્રમાં વિદ્યા, મહાવિદ્યા અને પરમવિદ્યા પણ કહેલ છે.

આમ, લલિતાસહસ્રનામ સ્તોત્રને માત્ર સ્તોત્ર ન કહેતાં સ્તોત્ર માલામંત્ર એમ નામ આપવામાં આવ્યું છે. મંત્રશાસ્ત્રમાં બત્રીસ અક્ષરથી વધારે મોટા મંત્રને માલા મંત્ર કહેવામાં આવે છે અને તેથી સહસ્રનામ એ એક હજાર નામ માત્ર નથી પરંતુ સમગ્ર હજાર નામોનો બનેલો એક મંત્ર જ છે, માલામંત્ર છે, તેમ કહીને તેનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે. તંત્ર ઉપાસનામાં જે તે દેવ-દેવીઓના યંત્ર, વિવિધ અંગો, મંત્ર, સ્તોત્ર, કવચ, હૃદય અને સહસ્ર નામનો સમાવેશ થાય છે. તંત્ર ઉપાસનામાં દેવી સ્તોત્રનું વિશેષ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. વળી, કળિયુગમાં શક્તિ અને ગણપતિ શીઘ્ર ફળદાયી બને છે. આમ તો અનેક દેવ-દેવીઓનાં સહસ્ર નામો પ્રચલિત છે. તેમાં પણ લલિતાસહસ્રનામનું ઘણું જ મહત્ત્વ છે. કારણ કે આ સહસ્ર નામમાં માત્ર લલિતા ત્રિપુરસુંદરીની સ્તુતિ જ નથી પરંતુ તેમાં શ્રીચક્ર અર્થાત્ શ્રીયંત્રની પૂજા વિધિ છે. તેમજ કુંડલિની શક્તિનું રહસ્યોદ્ઘાટન છે. આથી આ સ્તોત્ર તંત્ર શાસ્ત્રમાં એક મુકુટ મણિ સમાન છે.

લલિતાસહસ્રનામનો ઉપયોગ શ્રીયંત્રની પૂજા વિધિમાં કરવામાં આવે તો તે અખૂટ સંપત્તિ આપનારી બને છે. તેથી જ આ સહસ્ર નામ એ કંઇ માત્ર નામનો સંગ્રહ નથી પણ કંઇક વિશેષ છે. ઐશ્વર્ય પ્રાપ્તિ કે ધન પ્રાપ્તિ એ આજના સમયનો દરેક વ્યક્તિનો અગત્યનો પ્રશ્ન છે. શ્રીયંત્રની વિધિવત્ પૂજા ન આવડે તો પણ આ લલિતાસહસ્રનામના એક-એક નામથી અક્ષત પુષ્પ વડે શ્રીયંત્ર પર પૂજા કરવામાં આવે તો પણ મનુષ્ય ઘણું પ્રાપ્ત કરી શકે છે. આ લલિતાસહસ્રનામ એટલે જ શ્રીવિદ્યા એમ માનીએ તો અયોગ્ય નહીં ગણાય.

લલિતાસહસ્રનામ અને શ્રીવિદ્યામાં ગુરુને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેવળ તંત્રમાં જ નહીં, સંપૂર્ણ આધ્યાત્મિક વિદ્યામાં ગુરુનું સ્થાન સર્વોપરિ માનવામાં આવ્યું છે. અનાદિ કાળથી કોઇ ને કોઇ પ્રકારે ગુરુનું સમાજમાં પ્રતિષ્ઠિત નામ રહ્યું છે. ગુરુની સ્થિતિ વૈદિકકાળથી થતી આવી છે. ગુરુની વંદનામાં નિમ્નલિખિત શ્લોકોનું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે.

अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् ।
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ।।
अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।

ઉપરનાં શ્લોકમાં સ્પષ્ટ થઈ જાય છે કે જે અખણ્ડમણ્ડલાકાર ચરાચર વિશ્વમાં જે શક્તિ વ્યાપ્ત છે તેનું માર્ગદર્શન કરે છે, તે જ ગુરુ છે. ગુરુના માધ્યમ વગર જ્ઞાનનો પ્રાર્દુભાવ નથી થઈ શક્તો તથા અજ્ઞાનરૂપી તિમિરાન્ધકાર પણ દૂર નથી થઈ શકો. અજ્ઞાનને દૂર કર્યા વગર આધ્યાત્મમાં પ્રવેશ નથી થઈ શક્તો. કોઇપણ માર્ગનું અનુકરણ કરવા માટે ભલે તે મંત્ર હોય કે ભક્તિ, દ્વૈત હોય કે અદ્વૈત, પરંતુ અજ્ઞાનને અવશ્ય દૂર કરવું પડશે અને આ કાર્ય ગુરુ સિવાય કોઇ બીજું નથી કરી શક્યું.

જ્ઞાન-અજ્ઞાન, સદ્-અસદ્ બંને વૃત્તિઓ પોતાનાં અંતરમાં એક સાથે જ છે, પરંતુ તેની દિશા બતાવવાનું કામ કેવળ ગુરુ જ કરવામાં સમર્થ છે. સાધકે ગુરુનાં માર્ગદર્શનમાં જ સફળતાની પ્રાપ્તિ સંભવ છે. તેના માટે તેણે ગુરુમાં નિષ્ઠા અને શ્રધ્ધા હોવી અનિવાર્ય છે. ગુરુ વડે જ મંત્ર સિદ્ધ થાય છે અને તે જ સાધક નાં હૃદયમાં બીજ ને અંકુરિત કરવાનું સામર્થ્ય ધરાવે છે.

કેવળ ગ્રંથોને વાંચી તેમાં બતાવેલા મંત્રોનો જપ ફળ પ્રદાન નથી કરી શક્તાં. તેમાં મંત્રોની શક્તિ અને તપસ્યા બંને નથી હોતી. ગુરુ મુખથી પ્રાપ્ત નહીં કરેલ મંત્રોનો જાપ કરવો ખોટો સમય અને શક્તિનો વ્યય કરવો છે. મંત્ર સાધનાનો આ જ સાર છે કે મંત્રોને ગુરુ પાસેથી જ પ્રાપ્ત કરવા જોઇએ તો જ તે શક્તિ પ્રદાન કરે છે, કારણ કે ગુરુ જ મંત્રોના શક્તિસ્રોત છે. ગુરુ જ મંત્રમાં શક્તિનું સ્ફુરણ કરીને શિષ્યને આપે છે.

જે વ્યક્તિ પૂર્ણિમાના દિવસે લલિતા સહસ્ત્રનામનો જાપ કરે છે તે માઁ લલિતાની કૃપા, ભૌતિક સુખ-શાંતિ, તેમજ રોગોથી સુરક્ષિત રહેશે અને લાંબુ આયુષ્ય પણ સુનિશ્ચિત કરશે. આ સ્તોત્રનો જાપ વાચકને ગ્રહ પરિવર્તનને કારણે થતી આડઅસરોને દૂર કરવામાં મદદ કરે છે. બાળકની પ્રાપ્તિ માટે આ 1000 નામનો વિશેષ રીતે જાપ કર્યા પછી દેવી માતાને માખણ ચઢાવવું જોઈએ.

શ્રી વિદ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય ગુરુજી શ્રી લક્ષ્મીકાંત પુરોહિતજીની પવિત્ર પ્રેરણા આ સેવા કાર્યમાં પ્રાણપ્રદ છે. લલિતા સહસ્રનામ પાઠ શ્રીયંત્ર સન્મુખ જે નર-નારી કરે છે તે મા ત્રિપુરામ્બાની દિવ્ય શક્તિ સવિશેષ પ્રાપ્ત કરે છે.

।। ગુજરાતી પાઠ ।।

error: Alert: This action would be considered as unauthorized reproduction, distribution, print or copying of copyrighted materials.